નવી દિલ્હી: છત્તીસગઢમાં 12 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન યોજાયું. નક્સલી ધમકીઓ હોવા છતાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પોતાના હેતુમાં નિષ્ફળ ગયેલા નક્સલીઓએ આજે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોના જવાનોને નિશાન બનાવ્યાં. મહાદેવ ઘાટ વિસ્તારમાં નક્સલીઓએ એન્ટી લેન્ડ માઈન્સ વ્હિકલમાં વિસ્ફોટ કર્યો. વિસ્ફોટમાં બીએસએફના 4 જવાનો, એક ડીઆરજી અને એક નાગરિક એમ કુલ 6 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 2 ઘાયલ જવાનોની હાલત નાજુક ગણાવાઈ રહી છે. ઘાયલ જવાનોને જિલ્લા ચિકિત્સાલયમાં લઈ જવામાં આવી રહ્યાં છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ જિલ્લા મુખ્યાલયથી લગભગ 7 કિમી દૂર આજે સવારે જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ. સૂચના મળતા જ ઘટનાસ્થળ માટે બેકઅપ પાર્ટી રવાના થઈ. આ દરમિયાન નક્સલીઓએ એન્ટી લેન્ડ માઈન્સ વ્હીકલમાં IED વિસ્ફોટ કર્યો (Improvised explosive device).  આ વિસ્ફોટમાં BSFના 4 જવાનો એક ડીઆરજી અને એક નાગરિક ઘાયલ થયાં જેમાંથી 2ની હાલત ગંભીર છે. 



અત્રે જણાવવાનું કે એસપી મોહિત ગર્ગે આ સમગ્ર મામલાની પુષ્ટિ કરી છે. મહાદેવ ઘાટ વિસ્તારમાં IED વિસ્ફોટ બાદ નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ પણ કર્યું. હજુ પણ વિસ્તારમાં અથડામણ ચાલુ છે.